શાળાકીય માહિતી ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

 

અમારા વોટ્સઅપ ગ્રુપમાં માટે ~~~>અહીં ક્લિક કરો

એક કિલો કેરીની કિંમત 2.70 લાખ રુપિયા, આંબાની સુરક્ષા કરવા રાખવા પડ્યા 3 ગાર્ડ અને 9 કૂતરા

એક કિલો કેરીની કિંમત 2.70 લાખ રુપિયા, આંબાની સુરક્ષા કરવા રાખવા પડ્યા 3 ગાર્ડ અને 9 કૂતરા

ભારતીયો કેરી ખાવાની બાબતે નસીબદાર છે.કારણકે ભારતમાં ઘણી અલગ અલગ પ્રજાતિઓની કેરીની ખેતી થાય છે.

જોકે આ પૈકીની એક કેરી એવી પણ છે જેની સુરક્ષા કરવી પડે છે.કેરીની આ પ્રજાતી મૂળ જાપાનની છે અને તે મિયાજાકી શહેરમાં ઉગે છે.એટલે તેને મિયાજાકી કેરી નામ આપવામાં આવ્યુ છે.

પહેલા તો આ કેરીની ખેતી માત્ર જાપાનમાં થતી હતી પણ હવે ભારત, બાંગ્લાદેશ , થાઈલેન્ડના ખેડૂતો પણ આ કેરી ઉગાડતા થયા છે.

મધ્યપ્રદેશના જબલપુરમાં રહેનારા ખેડૂત સંકલ્પ પરિહારને હવે આ કેરી જે આંબા પર ઉગે છે તે આંબાવાડિયાની સુરક્ષા માટે 3 સિક્યુરિટી ગાર્ડ અને નવ કુતરા રાખવા પડ્યા છે.

કેરીની કિંમત એટલી બધી છે કે, તે ચોરાઈ જવાનો ડર રહેતો હોય છે.અગાઉ આવી ઘટના પણ બની હોવાથી સંકલ્પે કેરીની સુરક્ષા માટે વ્યવસ્થા કરવી પડી છે.જે તેમના માટે ખર્ચાળ પણ સાબિત થઈ રહી છે.

જાણકારોનુ માનવુ છે કે, જયારે આ કેરી પૂરેપૂરી પાકી જાય છે ત્યારે દરેક કેરીનુ વજન 900 ગ્રામ સુધી પહોંચી જાય છે.તેનો રંગ હળવો લાલ અને પીળાશ પડતો થઈ જાય છે અને તેની મિઠાશ જ એવી છે જેના કારણે લોકો તેના માટે મોં માંગ્યા પૈસા આપવા માટે તૈયાર થઈ જાય છે.

એક અંદાજ પ્રમાણે એક કિલો મિયાજાકી કેરીની કિંમત 2.70 લાખ રુપિયાની આસપાસ હોય છે.

Leave a Comment