શાળાકીય માહિતી ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

 

અમારા વોટ્સઅપ ગ્રુપમાં માટે ~~~>અહીં ક્લિક કરો

પાંચ પાન વાળો વડ

ભેંસાણથી ૪ કિ.મી.ના અંતરે આવેલાં પરબ વાવડી ગામે સતદેવીદાસ અમર દેવીદાસ બાપુની પરબની વર્ષો જુની પ્રસિદ્ધ જગ્‍યા આવેલી છે. જ્યાં કાયમી ધોરણે સદાવ્રત ચાલે છે. તેમજ અષાઢી બીજનો મેળો ભરાય છે જેમાં દેશવિદેશથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ ઉપરાંત, સાંકરોળા ગામે સાંકળેશ્‍વર મહાદેવનું જુનું મંદીર, ડમરાળા ગામે સંતશ્રી મુંડીયાસ્‍વામી નું જન્‍મ સ્‍થાન છે તેમજ ચણાકા ગામે ચ્યવન ઋષિનો આશ્રમ – મંદીર આવેલ છે. જયા પાંચ પાન વાળો વડ જોવાલાયક છે.

ભેંસાણ તાલુકાનું મુખ્ય મથક છે અને તે જિલ્લા મથક જુનાગઢથી ૩૪ કિ.મી.ના અંતરે આવેલું છે. તાલુકાનો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કિ.મી છે. જેમાં ૪૫૩૬૧ હેકટર આરે. ખેતીની જમીન છે. ભેંસાણની પાસે, ડુંગરની ખીણમાં બંધ આવેલો છે, જે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે. તાલુકાની આબોહવા ડુંગરાળ પ્રદેશ અને જંગલ વિસ્‍તારને કારણે વિષમ પ્રકારની છે. હવામાન મુખ્યત્વે સુકું અને ઉનાળામાં ઉષ્‍ણતામાન ૪૫.પ ડીગ્રી સેન્‍ટીગ્રેડ સુધી અને શિયાળામાં ૫.૫ ડીગ્રી નોંધાયેલું છે. તાલુકાના મુખ્ય પાકોમાં ઘઉં, કપાસ, મગફળી, જુવાર, એરંડા છે. તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તથા પશુપાલન છે. તાલુકામાં એકમાત્ર મોટો ઉદ્યોગ પાટલા ગામ નજીક આવેલું ઓસ્ટિન એન્જીનિયરીંગ નામનું ખાનગી એકમ છે. તાલુકાની મુખ્ય નદીઓ ઉબેણ નદી અને ઓઝત નદી છે.

🤔🤔

“પાંચ પાન વાળો વડ” ક્યાં જોવા મળે છે ?

A) લોજપુર
B) વિસાવદર
C) ચણાકા
D) નવસારી

જવાબ :- (c) ચણાકા

Leave a Comment