શાળાકીય માહિતી ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

 

અમારા વોટ્સઅપ ગ્રુપમાં માટે ~~~>અહીં ક્લિક કરો

પેન્શનરો માટે ખુશીના સમાચાર

પેન્શનરો માટે ખુશીના સમાચાર

પેંશનર્સ માટે મોટી ખુશખબર/ પેન્શનમાં વધારા પર ટૂંક સમયમાં વધારો કરી શકે છે ભારત સરકાર, બેઠકમાં લેવાશે નિર્ણય

કેન્દ્ર સરકાર હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સબસ્ક્રાઈબર્સને ખુશખબર આપવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં જોઈએ તો, ભારત સરકાર ટૂંક સમયમાં પીએફ ખાતાધારકોના લઘુત્તમ પેન્શનની રકમ (પેન્શન વધારો) વધારી શકે છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. જેમાં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા પેન્શનની લઘુત્તમ રકમ વધારવા અંગે નિર્ણય લેવાનો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 6,000 રૂપિયા કરવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ 3,000 રૂપિયા સુધી આ કરી શકે છે. EPFO ના પૈસા પ્રાઈવેટ કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાના વિવાદાસ્પદ મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સાથે નાણાકીય વર્ષ 2021-22 માટે પેન્શન ફંડના વ્યાજ દર પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

સીબીટી બેઠકના મુદ્દાઓ અને એજન્ડા તૈયાર કરવામાં આવી રહ્યા છેસેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ લઘુત્તમ પેન્શન વધારવાનો નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે EPFમાં જમા રકમ પર વર્તમાન 8.5 ટકા વ્યાજ દર ચાલુ રહી શકે છે. વર્તમાન વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે. સીબીટીની બેઠક અગાઉ 16 નવેમ્બરે યોજાવાની હતી, પરંતુ બાદમાં તેને મોકૂફ રાખવામાં આવી હતી. બેઠકના મુદ્દાઓ અને એજન્ડા તૈયાર કરવાના બાકી છે.વ્યાજ વધારવાની ભલામણ છેલ્લી બેઠકમાં કરવામાં આવી હતીસીબીટીની છેલ્લી બેઠક માર્ચ 2021માં શ્રીનગરમાં યોજાઈ હતી. CBTએ 2020-21 માટે સભ્યોના ખાતામાં EPF થાપણો પર વાર્ષિક 8.5 ટકા વ્યાજ દરની ભલામણ કરી હતી. તેને નાણા મંત્રાલયે તાજેતરમાં મંજૂરી આપી છે.

Leave a Comment