શાળાકીય માહિતી ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

 

અમારા વોટ્સઅપ ગ્રુપમાં માટે ~~~>અહીં ક્લિક કરો

[Esamajkalyan] Coaching Sahay Yojana 2023 For SEBC | કોચિંગ સહાય યોજના 2023

e Samaj kalyan Portal Scheme | સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રૂપિયા 20,000/- ની સહાય | Coaching Assistance scheme 2023 for SEBC

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ અલગ-અલગ વિભાગો કાર્યરત છે. જેમાં નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા, નિયામક વિકસિત જાતિ કલ્યાણ તથા અન્ય નિગમો વગેરે ચાલે છે. આ વિભાગો દ્વારા જુદા-જુદા વર્ગો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ, આર્થિક સહાય યોજનાઓ ચાલે છે. જેમાં Director Scheduled Caste Welfare દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે માનવ ગરિમા યોજના. આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ, ડૉ.આંબેડકર આવાસ યોજના, સ્પર્ધાત્મક તાલીમ સહાય તથા ઘણી બધી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે.

આ આર્ટિકલના માધ્યમથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીને કોચિંગ સહાય યોજના 2023 નો લાભ મળવાપાત્ર રહેશે.

વિકસતી જાતિના વિદ્યાર્થીઓને, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને Coaching Sahay Yojana નો લાભ મળશે. જેમાં UPSC, GPSC, GSSSB, પંચાયત સેવા પસંદગી, સ્ટેટ કમિશન / બેંક / એલ.આઇ.સી / ગૌણ સેવા પસંદગી મંડળ / રેલ્વે ભરતી બોર્ડ / સ્ટાફ સિલેકશન કમિશન / દ્વારા લેવાતી વર્ગ -1, 2 અને 3 ની માટે લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ રાજય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ કોણે મળશે?, કેવી રીતે કોચિંગ સહાય માટે અરજી કરવાની રહેશે, અરજી ક્યાં કરવાની રહેશે તે તમામ માહિતી મેળવીશું.

યોજનાનો હેતુ


રાજ્યના SEBC, વિચરતી વિમુકત જાતિના વિદ્યાર્થીઓ કે, જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેમને આ યોજના દ્વારા આર્થિક લાભ આપવાનો છે. આ યોજના થકી વિદ્યાર્થીઓ સારું કોચિંગ મેળવીને સરકારી નોકરીમાં જોડાઈ શકે તે મુખ્ય હેતુ છે. Coaching Assistance scheme નો લાભ મેળવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે અત્યંત જરૂરી છે.

તાલીમાર્થીઓને કોચિંગ સહાય મેળવવા માટેની પાત્રતા


સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા આ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

મૂળ ગુજરાતના વતની હોવો જોઈએ.


સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.


સરકારી ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ.


શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.


તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.

તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.


આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.


સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભ
ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર નિયામક વિકસતિ વિભાગ દ્વારા આ યોજના મૂકવામાં આવેલ છે. જેની ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજ્યના પાત્રતા ધરાવતા તાલીમાર્થીઓને રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવશે. આ સહાય વિદ્યાર્થીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા એમના ખાતામાં ચૂકવવામાં આવશે.

સંસ્થા કે કોચિંગ ક્લાસના ધારા-ધોરણો


સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈશે.


સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ.


તાલીમ આપતી સંસ્થા GST નંબર ધરાવતી હોવી જોઈએ,
સંસ્થા પાસે પોતાનું Pancard હોવું જોઈએ.

તાલીમ આપતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક મશીન હોવું જોઈએ.


તાલીમ આપતી સંસ્થાનું રજીસ્ટ્રેશન મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ,1950 હેઠળ થયેલું હોવું જોઈએ.


તાલીમ આપતી સંસ્થા કંપની અધિનિયમ,1956 હેઠળ રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.


સંસ્થાનું શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, 1948 પ્રમાણે નોંધણી થયેલી હોવી જોઈએ.

ઉપરોક્ત 3 અધિનિયમમાંથી કોઈપણ એક પ્રમાણ સ્પર્ધાત્મક તાલીમ સંસ્થાની નોંધણી થયેલી હોવી જોઈએ.

Document Required For Coaching Sahay Yojana 2023 For SEBC


કોચિંગ સહાય 2023 માટે ગુજરાત સરકાર દ્વારા કેટલાક દસ્તાવેજો માંગવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.

ઓનલાઈન એપ્લિકેશન


આધારકાર્ડ


જાતિ અંગેનું પ્રમાણપત્ર


ક્રિમિલિયર સર્ટિફિકેટ


રહેઠાણ અંગેનો પુરાવો

ધો. 10, ધો.-12 અને સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્ર


બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર


ફી ની પોંહચ (GST No. સહિત)


આવકનો દાખલો

Online apply Link coaching sahay yojna CLICK HERE

TET – 2 PAPER SOLUTION ડાઉનલોડ લીંક

TET 2 પેપર સોલ્યુશન પાર્ટ-1 અહિં ક્લીક કરો

TET 2 પેપર સોલ્યુશન ભાષા અહિં ક્લીક કરો

TET 2 પેપર સોલ્યુશન ગણિત વિજ્ઞાન અહિં ક્લીક કરો

TET 2 પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન અહિં ક્લીક કરો

TET-2  પ્રશ્ન પેપર ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો

Leave a Comment